પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં નિધન
પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં નિધન
Blog Article
પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં નિધન થયું હતું, તેઓ 73 વર્ષના હતાં. હુસૈનના પરિવારે સોમવાર, 16 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હુસૈનનું મૃત્યુ ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી ઊભી થયેલી જટિલતાને કારણે થયું હતું.તે ઓ છેલ્લા બે સપ્તાહથી હોસ્પિટલમાં હતાં અને તેમની તબિયત બગડતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યાં હતાં.
હુસૈનની બહેન ખુરશીદ ઓલિયા જણાવ્યું હતું કે વેન્ટિલેશન મશીન બંધ કરાયા પછી સાન ફ્રાન્સિસ્કોના સમય અનુસાર સાંજે 4 વાગ્યાએ તેમનું નિધન થયું હતું. તેમની પેઢીના મહાન તબલાવાદક તરીકે પખ્યાત હુસૈન તેમની પાછળ તેમની પત્ની એન્ટોનિયા મિનેકોલા અને તેમની પુત્રીઓ અનીસા કુરેશી અને ઇસાબેલને વિલાપ કરતાં છોડી ગયા છે. 9 માર્ચ, 1951ના રોજ મુંબઈમાં જન્મેલા હુસૈન સુપ્રસિદ્ધ તબલા માસ્ટર ઉસ્તાદ અલ્લા રખાના પુત્ર હતાં.
હુસૈનને તેમની કારકિર્દીમાં ચાર ગ્રેમી એવોર્ડ મળ્યાં હતાં, જેમાં આ વર્ષની શરૂઆતમાં 66મા એવોર્ડ સમારોહમાં ત્રણનો સમાવેશ થાય છે. 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણનો પુરસ્કાર મળ્યો હતો.
હુસૈનના નિધનના સમાચારની સાથે જ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ ચાલુ થઈ હતી. ગ્રેમી-વિજેતા સંગીતકાર રિકી કેજે હુસૈનને તેમની “અપાર નમ્રતા, સુગમ સ્વભાવ” માટે યાદ કર્યા હતાં. અમેરિકન ડ્રમર નેટ સ્મિથે હુસૈનને શ્રદ્ધાંજલિ આપી હતી. હુસૈનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તેમને “એવા સાંસ્કૃતિક રાજદૂત તરીકે ઓળખાવ્યા કે જેમણે પોતાની મંત્રમુગ્ધ લયથી સરહદો અને પેઢીઓ વચ્ચે સેતુનું નિર્માણ કર્યું હતું.